[easy_ad_inject_1]
Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 1

ગાંધીનગર કલ્ચરલ ફોરમ – સાહિત્ય પર્વ ૨૦૧૧

ગાંધીનગર કલ્ચરલ ફોરમ સતત પાંચમા વર્ષે ઉત્સાહભેર સાહિત્ય પર્વ ઉજ્વી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પૂ. મોરારિબાપુએ તેમના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કર્યુ હતુ. ગ્ર્ન્થ રથયાત્રા ચૌધરી આર્ટસ કોલેજ,સે-૭ થી નીક્ળી સરદાર પટેલ સ્કુલ, સે-૭ સુધી યોજયેલ હતી. આ પ્રસંગે પ્રખ્યાત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. આજના દીવસે શ્રી રઘુવીર ચૌધરી અને પૂ મોરારીબાપુ ના વક્તવ્ય સાંભળી દરેક વિધ્યાર્થી, સાહિત્યકારો, અને સાહિત્ય પ્રેમીઓએ સંવાદ ની મજા માણી હતી.

ઉદઘાટ્ન સમારોહ:

મોરારીબાપુના આશીર્વચન:

પહેલા દીવસની તસ્વીરો

નોંધઃ

૧. સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ ૧૨.૧૨.૨૦૧૧ ને શનિવાર રહેશે.
૨. આપની સંસ્થાનું પ્રવેશ પત્ર નિયત ફોર્મમાં આચાર્યશ્રીના સહી-સિક્કા સાથે ગાંધીનગર સમાચાર કાર્યાલય, સે-૮, ખાતે અંતિમ તારીખ પેહલાં પહોંચાડવા વિનંતી છે.
૩. દરેક સ્પર્ધામાં સંસ્થાદી બે સ્પર્ધ્કો ભાગ લઇ શકશે.અ
૪. સવારે ૮.૦૦ કલાકે સ્પર્ધકોએ સ્પર્ધાના સ્થ્ળે ઉપસ્થિત રહેવાનું છે.
૫. સ્પર્ધા ૧૨.૦૦ કલાક સુધીમાં સંપન્ન થશે.
૬. ઇનામ વિતરણ સમારોહ તા. ૧૭.૧૨.૨૦૧૧ સવારે ૧૧.૦૦ કલાકે માઉન્ટ કાર્મેલ સ્કુલ સે-૨૧ ખાતે યોજાશે.
૭. દરેક સ્પર્ધામાં ઓજામાં ઓજા ૧૦ સ્પર્ધકો હશે તો જ ત્રણ ઇનામો જાહેર કરવામાં આવશે, અન્યથા બે ઇનામો જાહેર થશે.
૮. વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રો અને ઇનામો આપવામાં આવશે.
૯. સ્પર્ધાની કોઇપણ આયોજ્કોનો નિર્ણ્ય આખરી અને સર્વેને બંધનકર્તા રહેશે.

સાહિત્યક સ્પર્ધા સંપર્કઃ

શ્રી જયરાજસિંહ સરવૈયા (કન્વીનર) – ૯૮૨૫૨૫૩૯૩૩
શ્રીમતી આશા સરવૈયા (સહ કન્વીનર) – ૯૮૨૫૩૩૬૭૫
શ્રી પંકજભાઇ દેસાઇ – ૯૯૨૫૪૬૦૪૬૦
ડો. લીનાબેન સ્વાદીયા – ૯૪૨૭૦૪૯૦૪૭
શ્રી બીપીનભાઇ રાવલ – ૯૮૨૫૫૮૧૪૫૧
શ્રી નરેશ્ભાઇ ઠાકર – ૯૯૯૮૧૧૧૮૮૯
શ્રીમતી મમતાબેન રાવલ – ૯૮૭૯૫૨૮૭૨૨

ગાંધીનગર સમાચાર કાર્યાલય, સે-૮ઃ ૨૩૨૨૨૫૭૧, ૨૩૨૩૭૫૭૧ ફેક્સઃ ૨૩૨૩૦૫૭૧

વકતૄત્વ સ્પર્ધા

૧. આ સ્પર્ધા માધ્યમિક શાળાઓ વચ્ચે જ યોજાશે.
૨. સ્પર્ધા ગુજરાતી ભાશામાં યોજાશે અને સ્પર્ધકે કોઇ વિશય પર બોલવાનું રહેશે.
૩. સ્પર્ધાનો સમય ૪ મિનિટનો રહેશે.
વિશયોઃ – આપણો માતૄભાશા સાથેનો નાતો
– મક્ક્મ મનોબળનું બીજું નામ – સ્વામી વિવેકાનંદ

નિબંધ સ્પર્ધા

૧. આ સ્પર્ધા માધ્યમિક શાળાઓ વચ્ચે જ યોજાશે.
૨. સ્પર્ધા ગુજરાતી ભાશામાં યોજાશે.
૩. સ્પર્ધાનો સમય ૩૦-મિનિટનો રહેશે.દરેક સ્પર્ધકે સ્થળ પર જ નિબંધ લખવાનો રહેશે.
૪. નિબંધ લેખન વિશય વસ્તુની ચર્ચા, ભાશા શુદ્ધિ, મૌલિક વિચારોની અભિવ્યક્તિ ઉપરાંત અક્ષરોને મૂલ્યાંકન કરતી વખતે ધ્યાન લેવાશે.

વિશયોઃ – સાહિત્ય અને સમાજ
– આધુનિક સમસ્યાઓ અને વિવેકાનંદ

કાવ્યપન સ્પર્ધા

૧. આ સ્પર્ધા આંતર માધ્યમિક શાળા અને આંતર કોલેજ – એમ બે વિભાગોમાં યોજશે.
૨. સ્પર્ધામાં ગુજરતી ભાશાનું જ કાવ્ય રજુ કરવાનું રહેશે.
૩. સ્પર્ધાનો સમય 5 મિનિટનો રહેશે.
૪. સ્પર્ધકે ઉચ્ચારશદ્ધિ અને કાવ્યનો ભાવ યોગ્ય રીતે અભિવ્યક્તિ થાય તેવી રીતે કાવ્યનું પથન કરવાનું રહેશે.
૫. કાવ્યપથનના પ્રારંભ કવિનું નામ અથવા લોક્ગીત હોય તો તે બાબતની જહેરાત સ્પર્ધકે કરવાની રહેશે.

શીઘ્ર વાર્તા લેખન સ્પર્ધા

૧. આ સ્પર્ધા માધ્યમિક શાળાઓ વચ્ચે જ યોજાશે.
૨. સ્પર્ધા ગુજરાતી ભાશામાં યોજાશે.
૩. સ્પર્ધાનો સમય ૪૦-મિનિટનો રહેશે.દરેક સ્પર્ધકે સ્થળ પર જ વાર્તા લખવાનો રહેશે.
૪. વાર્તા લેખનમાં વિશય વસ્તુની રજુઆત, ભાશા શુદ્ધિ, મૌલિક આલેખન ઉપરાંત સુંદર સુવાચ્ય અક્ષરોને મુલ્યાંકન કરતી વખતે ધ્યાન લેવાશે.
૫. વિશય સ્થળ પર આપવામાં આવશે.

લગ્નગીત સ્પર્ધા

૧. લગ્નગીત સ્પર્ધા આંતર માધ્યમિક શાળા, આંતર કોલેજ અને ખુલ્લો-એમ ત્રણ વિભાગોમાં યોજાશે.
૨. સ્પર્ધામાં કોઇપણ એક લગ્નગીત રજુ કરવાનું રહેશે.
૩. લગ્નગીત કંથસ્થ હોવું જરુરી છે.
૪. સ્પર્ધાનો સમય 5 મિનિટનો રહેશે.
૫. શાળા કોલેજ વિભાગમાં વૈયક્તિક રીતે તેમજ ખુલ્લા વિભાગોમાં વૈયક્તિક તેમજ ઓજામાં ઓજા ૩ થી ૫ વ્યક્તિઓનું ગૄપ ભાગ લઇ શક્શે.
૬. ગીતની રજુઆત પ્રસંગે વાજિંત્ર વગાડવા વધુમાં વધુ બે સહાયકો લાવી શકાશે. વાજિંત્રમાં ફ્ક્ત રીધમનો સહારો લઇ શકાશે.

હાલરડાં સ્પર્ધા

૧. હાલરડાં સ્પર્ધા આંતર માધ્યમિક શાળા, આંતર કોલેજ અને ખુલ્લો-એમ ત્રણ વિભાગોમાં યોજાશે.
૨. હાલરડાં અસલ ઢાળનાં પરંપરા પ્રમાણે ગવાવા જોઇએ. હાલરડું કંથ્સ્થ હોવું જોઇએ.
૩. હાલરડાં ગાતી વખતે કોઇપણ વાજિંત્રનો ઉપયોગ થઇ શકશે નહીં.
૪. દરેક સ્પર્ધકે એક જ હાલરડું ગાવાનું રહેશે.
૫. હાલરડાંની સમયમર્યાદા ૪ મિનિટની રહેશે.

પ્રભાતિયાં સ્પર્ધા

૧. હાલરડાં સ્પર્ધા આંતર માધ્યમિક શાળા, આંતર કોલેજ અને ખુલ્લો-એમ ત્રણ વિભાગોમાં યોજાશે.
૨. પ્રભાતિયું કંથસ્થ હોવું જરુરી –
૩. એક પ્રભતિયું ગાવાનું રહેશે.
૪. સ્પર્ધાનો સમય ૫ મિનિટનો રહેશે.
૫. પ્રભાતિયાં વૈયક્તિક રીતે રજુ કરવાના રહેશે. સ્પર્ધક ઇચ્ચ્હે તો વાજિંત્ર વગાડવાં વધુમાં વધુ બે સહાયકો લાવી શકાશે. વાજિંત્રમાં ફ્ક્ત રીધમનો સહારો લઇ શકાશે.

રંગોળી સ્પર્ધા

૧. આ સ્પર્ધા આંતર માધ્યમિક શાળા અને આંતર કોલેજ એમ બે વિભાગોમાં યોજશે.
૨. સ્પર્ધાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
૩. આ સ્પર્ધાને લગતી તમામ સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાનો રહેશે.
૪. રંગો, ફુલો, ધાન વિગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરી શકશે.
૫. ૨*૨ ફુટ્ની જગ્યામાં રંગોળી કરવાની રહેશે.

આરતી સુશોભન સ્પર્ધા

૧. આ સ્પર્ધા આંતર માધ્યમિક શાળા અને આંતર કોલેજ એમ બે વિભાગોમાં યોજશે.
૨. સ્પર્ધાનો સમય ૩૦ મિનિટનો રહેશે.
૩. આ સ્પર્ધાને લગતી તમામ સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાનો રહેશે.
૪. રંગો, ફુલો, ધાન વિગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરી શકશે.
૫. કોઇપ્ણ પ્રકારનું સોશોભન કરીને લાવવાનું રહેશે નહીં. આરતી સુશોભન સ્થળ પર આવીને જ કરવાનું રહેશે.


About Gandhinagar Portal Admin

Check Also

Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 8

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૮ ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય …