ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૭
ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય પર્વ ૨૦૧૧ ના સાતમાં દિવસે ગ્રંથરથ યાત્રા કડી સર્વ વિદ્યાલય સે-૨૩ માંથી નીકળી આરાધના હાઈ સ્કૂલ પહોંચી હતી ત્યાં યાત્રા નું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સાહિત્યિક પ્રસંગે સાહિત્યકાર શ્રી સ્વપ્નીલ પારેખ, ધાર્મિક સ્થાન વિકાસના ચેરમેન શ્રી મહેન્દ્ર ત્રિવેદી તથા શ્રી રમણભાઈ હાજરી આપી હતી. વસંત કુંવરબા શાળાના આચાર્ય શ્રી અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. શ્રી સ્વપ્નીલ પારેખે વિદ્યાર્થીઓને સાહિત્યથી માહિતગાર કાર્ય હતા અને તેમને સ્વામી વિવેકાનંદ ના દ્રષ્ટાંતની સાથે સાહિત્ય ની સમાજ પાડી હતી. એની સાથે સાથે તેમને પાતાની એક ગઝલ પણ સંભળાવીને અને વિદ્યાર્થીઓના સવાલના અર્થપૂર્ણ જવાબ આપી ને તેમની ઉત્સુકતા ને માન આપ્યું હતું.
Gandhinagar Portal- Circle of Information News, Events, Business, Shops, Employment News, Government Departments