Global Hand Washing Day
ઉદ્ગમના આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત સેક્ટર 24/1 ની પ્રાથમિક શાળામાં ગ્લોબલ હેન્ડ વાશિંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદ્ગમ ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 1997 થી સમાજ વિકાસ ની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત સક્રિય છે. તથા હમેશા સ્વચ્છતા છે.
ઉદ્ગમ સંસ્થાએ ગાંધીનગર મ્યુનીસીપલ કોર્પોરેશન તથા બીટાનેટ ફાઉન્ડેશન ના સહયોગથી તા. 15/10/2013 ના રોજ સેક્ટર 24/1 ની શાળા માં ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ની શરૂઆત શાળાના આચાર્યશ્રી ઉષાબેન ગોસ્વામીએ આવેલ મેહ્માનોનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીની બેહાનોએ પણ સ્વાગત ગીત દ્વારા મેહામાનોનું સ્વાગત કર્યું હતું. ઉદ્ગમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુરભાઈ જોશીએ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે ના મહત્વની સમજ આપતા જણાવ્યું કે આપના હાથમાં ઉર્જા શક્તિ રહેલી છે. હાથ નિયમિત રીતે સાબુથી સાફ કરવા જોઈએ એમાં ખાસ કરીને ટોઇલેટ ગયા પછી, જમતા પેહલા અને ગંદા હાટ થયા હોય ત્યારે વગેરેની વિસ્તૃત સમજ આપી હતી. ગાંધીનગર મ્યુનીસીપલ કોર્પોરેશન ના મેડીકલ ઓફિસર ડો. દિનેશભાઈ બારોટે પણ હાથ ધોવા ખુબજ અગત્યના છે. 30 ટકા રોગો હાટ ના ધોવાથી થતા હોય છે. હાથ ક્યારે ધોવા અને ધોવાની પદ્ધતિ ની સમજ ચરત દ્વારા વિદ્યાર્થીઓને આપી હતી. ડો. મયુરભાઈ જોશીએ હાથ કેટલા ગંદા હોય છે તે દર્શાવવા શાળાના બે વિદ્યાર્થી કાજળ અને શૈલેશ ને બોલાવી સદા પાણીથી હાથ સાફ કરાવ્યા અને પાણી ખુબજ ગંદુ હતું. ત્યારબાદ સાબુથી હાથ સાફ કરાવ્યા અને બંને પાણી વચ્ચે નો તફાવત દરેક વિદ્યાર્થી ને પ્રેક્ટીકલ કરીને સમજાવ્યો, મુખ્ય મેહમાન તરીકે કોર્પોરેટર શ્રી સુરેશભાઈ મેહતાએ પણ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને સ્વચ્છ રેહવાની પ્રેરણા આપી હતી. ઉદ્ગમ મહિલા વિંગના પેટ્રન આશાબેન સરવૈયાએ પણ વિદ્યાર્થીઓને મોમાં આંગળીઓ નહિ નાખવાની અને વિવિધ સુટેવો ની સમજ આપી હતી. ત્યારબાદ ગાંધીનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા શાળામાં સાબુ આપવામાં આવ્યા હતા. જેથી દરેક વિદ્યાર્થી સાબુથી હાટ સાફ કરીને સ્વચ્છ રહી શકે. ઉદ્ગમ સંસ્થાના ડો. મયુરભાઈ જોશીએ પણ આ પ્રોજેક્ટ એક વર્ષ સુધી ચલાવના ની વાત કરીને વિદ્યાર્થીઓમાં સુટેવો સુટેવો વિકસાવી તથા સુટેવો દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવાની વાત કરી હતી અને નિયમિત રીતે હાથ સાફ કરવાથી આરોગ્યમાં કેવા ફેરફારો થાય છે તેનું સંસ્થા દ્વારા મોનીટરિંગ કરવામાં આવશે તે જણાવ્યું હતું. બીટાનેટ ફાઉન્ડેશન ના સહયોગ થી આ પ્રયાસ ને વિદ્યાર્થીઓં ની સાથે સાથે સમગ્ર શહેર તથા વિશ્વ માં ફેલાવવાની સુવ્યવસ્થા તેમના ઇન્ફોર્મેશન પોર્ટલ દ્વારા કરવામાં આવશે.
ઉદ્ગમ વિંગના માનદ નિયામક પરમજીત કૌર છાબડા એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને સંકલન કર્યું હતું. કોર્પોરેશનના સીટી એન્જીનીયર ડામોર સાહેબ,ભાજપ મહિલા મોરચાના મંત્રીશ્રી સરોજબેન નહેરા, ઉદ્ગમના મેમ્બર કુમુદબેન એન્જીનીયર પણ હાજર રહ્યા હતા. ઉદ્ગમ સંસ્થાના મેનેજર સંજય પટેલ આરોહણ પ્રોજેક્ટ હેઠળ સરકારી વિભાગ, શાળા અને સેવાભાવી સંસ્થાઓને સફળતા પૂર્વક સંકળાવાનું કાર્ય કરેલ હતું.