On the occasion of International Women’s Day – Udgam Charitable Trust has organised to Celebrate Women’s Achivers Awards to greet Women from different fields with their Extraordinary work in their Life and their Responsibility towards Society. Winners have set new benchmark and inspired others as well.
મહિલા અને બાળ ક્લ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચાર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પાંચમા વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા “નારી શકિત કો સલામ” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ છે.
સ્વાગત પ્રવચનમાં ઉદગમના મેન્ટર આશાબેન સરવૈયાએ ઉદગમ ટ્રસ્ટ વતી સર્વને આવકાર આપી સ્વાગત કર્યુ હતું. ઉદગમ ટ્રસ્ટ દેવેન્દ્રભાઇ પારેખે મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. પરમજીત કૌર છાબડા ધ્વારા સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી.
“નારી શકિત કો સલામ” કાર્યક્ર્મ ગુજરાતમાંથી પ્રથમ મહિલા આઆઇ.એ.એસ. તરીકે કર્ણાટક કેડર ના ગૌરીબેન ત્રિવેદીના અધ્યક્ષપણે તથાકલ્પતરુના સીફઓ કમલ કિશોર જૈન, ટાટા પાવરના સીએસાઆરના સીઇઓ સુરેશ રાવ, અતિથિવિષેશ ના હસ્તે તથા નહેરુ યુવા કેન્દ્રના રજનીકાંત સુથાર , આશાબેન સરવૈયાની વિશિષ્ઠ ઉપસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવામાં આવેલ છે.
ચતુર્થ ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડમાં સમાજસેવી શિક્ષીકા કુંદનબેન નવીનચંદ્ર દવેને લાઇફ્ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવા મુક્તિબેન વૈષ્ણવ, વર્ષાબેન પારેખે, પરમજીતબેન છાબડા, સંજયભાઇ પટેલ એ જહેમત ઉઠાવી હતી. ઉદગમના મે.ટ્રસ્ટી ર્ડા.મયુર જોષીએ સંસ્થાના આગામી વર્ષના કાર્યોની જાણકરી આપી આભારવિધિ કરી અને સંચાલન દેવેન્દ્રભાઇ પારેખએ ખુબ જ સુંદર રીતે સફળતાથી કર્યુ હતુ.