અમાસના અજવાશે સંવેદનશીલ સમાજરચનાને મજબૂત બનાવીએ…..

સમયનો પ્રવાહ અવિરત વહ્યા કરે છે. પરિસ્થિતિ અને પરિમાપો બદલતા રહ્યા છે. કાળચક્રની વણથંભી ગતિ વિક્રમ સંવતના એક પરિમાપને સહજતાથી, સરળતાથી અને સહ્રદયથી બદલી રહ્યુ છે. નવું વર્ષ નવા વિચાર સાથે નવા સ્વપ્નો સાથે આરંભતા આપણે સૌ નવી કેડી કંડારતા કંડારતા સમયના સ્વરૂપને આધાર બનાવીએ છીએ. ગઇકાલ ગઇકાલે આજ હતી અને આજ આવતીકાલે ગઇકાલ બનશે. આવો આપણે સાથે મળી ગઇકાલના સારા માઠા અનુભવોને વાગોળી આજને પ્રગટાવીએ અને આવતીકાલના સમંણાને સેવીએ. ગાંધીનગર, ગુજરાત અને આપણો દેશ વિકાસના માર્ગે ગતિ કરે એવા આપણાં મનોરજ વિક્રમ સંવત ૨૦૬૮ માં પરિપૂર્ણ થાય એવી શ્રદ્ધા સહ સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠ્વુ છુ.

આમાસે ઉજાસ પ્રગટાવતુ પર્વ એટલે દિપાવલી પર્વ. “તમસો મા જ્યોતિર્ગમય” ના સંદેશને ચરિતાર્થ કરતા પ્રકાશની ગતિ પર્વે આપણે સૌ નિરશાના અંધકારને ઉલેચી આશાના પ્રકાશને પ્રગટાવીએ. ભૌતિક દોડધામો વચ્ચે અટવાયેલા માનવીય મૂલ્યોને પૂનઃ પ્રતિષ્ઠિત કરિએ. માનવીય અભિગમની આભાના અજવાશમાં સંવેદનશીલ સમાજ રચના ને મજબૂત બનાવીએ. સંસ્ક્રુતી અને પ્રક્રુતિના સંકલનમાં ઉછરતુ ગાંધીનગર નવા વર્ષે વધુ એક સ્વપ્ન સાથે ડગ માંડે છે.

વિશ્વના સૌથી હરિયાળા શહેર બનવાનો થનગનાટ ગાંધીનગર અનુભવે છે. વ્રૂક્ષગણનાના પરિણામો “GREENEST CITY OF THE WORLD” નુ બિરુધ પુનઃ પ્રાપ્ત કરવાનો તરવરાટ નગરના રોમેરોમમાંથી પ્રગટે છે. માત્ર માર્ગો અને મકાનો એ ગાંધીનગરની શોભા નથી પરંતુ સાંસ્ક્રુતીક વ્રુતિ પ્રવ્રુતિ નગરની સ્ફુર્તી છ, નગરનુ સૌંદર્ય છે. વિધ્યાલયઓ અને વિશ્વવિધ્યાલયો ગાંધીનગરની નવી ઓળખ બની ગયા છે ત્યારે નવા વર્ષે ગાંધીનગર સરકારી નહીં સંસ્કારી નગરી બની રહે એવી મનોકામના સાથે સૌને હ્ર્દયપૂર્વક પ્રણામ પાઠ્વુ છુ.

Krishnakant Jha.

Chief Editor

Gandhinagar Samachar.