[easy_ad_inject_1]
gujarat police logo2

Gandhinagar Police:- Good Work

ગાંધીનગર જીલ્લાની સારી કામગીરી

જાસપુર ગામની સીમમાં રસીકલાલ અંબાલાલ પટેલના ખેતર પાસે પડતર જમીનમાં છાપરુ બાંધી બહારથી લુંટ તથા ડેકોયટી કરી કેટલાક અજાણ્‍યા ડફેર કોમના માણસો રહે છે અને તેમની પાસે ગે.કા. હથિયાર બંદુક પણ રાખતા હોવાની બાતમી ખાનગીરાહે મળેલ જે બાતમી આધારે રેઇડ કરતાં ઉપર બતાવેલ તા.ટા અને જગ્‍યાએ આ કામના આરોપીઓએ પોતાના કબ્‍જામાં દેશી બનાવટની

બંદુકનુ હથિયાર વગર લાયસન્‍સની કીમત રૂપિયા – ૫૦૦૦/ ની તેમજ જુદા જુદા દરની ચલણી નોટોરૂપિયા – ૩૭૧૫/ તથા બે કાંડા ઘડીયાળ કીમત રૂપિયા – ૧૦૦૦/ તથા મોબાઇલ ફોન નંગ ૩ કીમત રૂપિયા – ૧૦૦૦/ તથા એક છરો કીમત રૂપિયા -૫૦/ તથા મોટર સાયકલ નંબર – GJ- 1 JG- 9404 કીમત રૂપિયા – ૨૦૦૦૦/ એમ મળી કુલ રૂપિયા -૩૨૭૬૫ ના મુદામાલ સાથે તથા બંદુકમાં ઉપયોગમાં લેવાની સાધન સામગ્રી તથા છરા સાથે બે ઇસમોને પકડી લીધેલ અને આરોપી નંબર -૩ ભાગી ગયેલ પકડાયેલ બે ઇસમોની રીમાન્‍ડ દરમ્‍યાન પૂછપરછ કરતાં પકડાયેલ ઇસમોએ બીજા ડફેરો સાથે મળી ગુજરાતમાં જુદી-જુદી જગ્‍યાએ રોડ ઉપર બેટરી બતાવી, સ્‍ત્રી વેશ ધારણ કરી પેસેન્‍જર તરીકે વાહનમાં બેસી વાહન ચાલકને માર મારી લુંટી લીધેલાના કુલ ૨૭ ગુનાઓ કરેલાનું જણાવેલ છે. અને હાલમાં તપાસ ચાલુ છે. જે બાબતે પી.ઓ ભટ્ટ પોલીસ ઇન્‍સપેકટરે કલોલ તાલુકા પો.સ્‍ટે સે.ગુ.ર.નં ૨૭૩/૧૨ આર્મ્‍સ એકટ.ક ૨૫(૧)એ.બી તથા જી.પી.એ ૧૩૫મુજબ ગુન્હો રજી. થયેલ છે.

તા. રપ/૭/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે કલોલ શહેર જૈનવાડી સામે આવેલ દવારકેશ એપાર્ટમેન્‍ટ ની સામે જાહેરમાં પત્‍તા પાનાનનો જુગાર રમાતો હોવાની હકકીત આધારે રેડ કરી કુલ-૪ ઇસમો ને સ્‍થળ ઉપર પકડી પાડી રોકડ રકમ રૂ. ૩૦૭૩૦/- તથા વાહન, મોબાઇલ મળી કુલ- રૂ. ૧,૧પ,ર૩૦/- નો મુદ્દામાલ પકડી પાડી કલોલ શહેર પોસ્‍ટે. સે. ગુ.ર.નં ૩૬૩/૧ર જુગારધારા કલમ- ૧ર મુજબ ગુન્‍હો રજી. કરવામાં આવેલ છે.

તા. રપ/૭/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે દહેગામ તાલુકા ના મોટા જલુન્‍દ્રાગામની સીમમાં પત્‍તા પાનાનો જુગાર રમાતો હોવાની હકીકત આધારે રેડ કરી કુલ-૭ ઇસમો ને સ્‍થળ ઉપર પકડી પાડી રોકડ રકમ રૂ. ૪૭૦૧૦/- તથા મોબાઇલ તથા વાહનો મળી કુલ-૪,૬૪,૪૪ર નો મુદ્દામાલ પકડી પાડી દહેગામ પોલીસ સ્‍ટેશન સે. ગુ.ર.નં ર૧૪/૧ર જુગારધારા કલમ- ૧ર મુજબ ગુન્‍હો રજી. કરેલ છે.

તા. ર૭/૭/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે સેકટર-ર૪ શાક માર્કેટ સામે ખુલ્‍લી જગ્‍યામાં આઇ-૧૦ કાર નં જી.જે-૧૮ એ.એમ ૨૩૮૫ માં સ્‍ટાર ક્રીકેટ ચેનલ ઉપર રમાતી ડોમેસ્‍ટીક ક્રીકેટ મેચના લાઇવ પ્રસારણ અધારે મોબાઇલ ફોન થી સંપર્ક માં રહી ક્રીકેટ સટા નો જુગાર રમાતો હોઇ તેમા બેઠેલ બે ઇસમો ને રંગે હાથ પકડી પાડી કુલ રોકડ રકમ રૂ ૧,૦૬,૯૪૦/- તથા જુગાર ના સાહીત્‍ય તથા વાહન મળી કુલ રૂ ૪,૬૪,૯૪ર ના મુદ્દામાલ સાથે પકડી પાડી સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન સે. ગુ.ર.નં ૧૮૯/૧ર જુગારધારા કલમ- ૧ર મુજબ ગુન્‍હો રજી. કરાવેલ.

તા. ર૭/૭/૧ર ના રોજ સ્‍ટાર ક્રીકેટ ચેનલ ઉપર રમાતી ડોમેસ્‍ટીક ક્રીકેટ મેચના લાઇવ પ્રસારણ અધારે મોબાઇલ ફોન થી સંપર્ક માં રહી ક્રીકેટ સટા નો જુગાર સેકટર-ર૬ પ્‍લોટ નં. પપ૮/ર ગાંધીનગર ખાતે રમાતો હોઇ જે સબંઘે પો.ઇન્સ. એલ.સી.બી.એ રેડ કરી એક ઇસમ ને ક્રીકેટ સટાના જુગાર ના સાહીત્‍ય સાથે તથા રોકડ રકમ રૂ ર૬૯૦૦/- તથા સાઘનો મળી કુલ રૂ ૩૬૯૦૦/- ના મુદામાલ સાથે પકડી સેકટર-ર૧ પો.સ્‍ટે. સે. ગુ.ર.નં ૧૯૦/૧ર જુગારધારા કલમ-૪, પ મુજબ ગુન્‍હો રજી. કરેલ છે.

તા. ર૭/૭/૧ર ના રોજ સ્‍ટાર ક્રીકેટ ચેનલ ઉપર રમાતી ડોમેસ્‍ટીક ક્રીકેટ મેચના લાઇવ પ્રસારણ અધારે મોબાઇલ ફોન થી સંપર્ક માં રહી ક્રીકેટ સટા નો જુગાર મુબારકપુર ગામની સીમમાં આવેલ કેસી પટેલ ફાર્મ ખાતે રમાતો હોઇ જે સબંઘે પો.ઇન્સ એલ.સી.બી.નાઓએ રેડ કરી આઠ ઇસમ ને ક્રીકેટ સટાના જુગાર ના સાહીત્‍ય સાથે તથા રોકડ રકમ રૂ ૧૪૯૮૦/- તથા સાઘનો જેમા મોબાઇલ નંગ-પ૪ કિ.રૂ પ૮,૦૦૦/- તથા ટી.વી. લેપટોપ તથા વાહનો મળી કુલ રૂ પ,૩૪,૭૮૦/- ના મુદામાલ સાથે પકડી કલોલ તાલુકા પો.સ્‍ટે. સે. ગુ.ર.નં ૩૧૩/૧ર જુગારધારા કલમ-૪,પ મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે.

તા- ૨૨/૭/ર૦૧ર ના રોજ ક.ર૦/૦૦ વાગે ચરાડાથી વિહાર ચોકડી તરફ જતા રોડ ઉપરથી એક સ્‍ત્રી આશરે ૩૦ વર્ષના આશરાની તરંગી (ધુની) સ્‍વભાવની એકલી ચાલતી જતી રોડ ઉપર મળી આવેલ જે પોતાનું નામ દક્ષાબેન બળવંતભાઇ કોળીપટેલ જણાવે છે પરંતુ તેના વાલી વારસ કે રહેઠાણ બાબતે કોઇ ચોકકસ માહીતી જણાવેલ નથી જેણે શરીરે ક્રીમ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે જે હીન્‍દી ગુજરાતી ભાષા બોલે છે જેને લઇને તેણીએ જણાવેલ સ્‍થળોએ તપાસ કરતા તેના વાલી વારસ કે રહેઠાણ સબંધે કોઇ ચોકકસ જણાઇ આવેલ નથી જેથી સદરી બહેન તરંગી (ધુની) સ્‍વભાવની જણાઇ આવેલ છે. જે નિરાધાર હોઇ પો.ઇન્સ.શ્રી માણસાનાઓએ તેને નારીસંરક્ષણગૃહ ગાંધીનગર સેકટર-૧૩ ખાતે મોકલી આપેલ છે.

અમરાપુર (ગ્રામભારથી) ગામની સીમ નદીના આંગામાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી મુદામાલ- રોકડ રકમ રૂ ૮૭,૩૦૦/- તથા મોબાઇલ ફોન તથા પાથરણુ કિ રૂ ૧ર,૦૫૦/- મળી કુલ રૂ ૯૯,૩૫૦/- નો મુદા માલ જપ્ત કરી પો.ઇન્સ.શ્રી માણસાનાઓએ માણસા પો.સ્‍ટે. સેકન્‍ડ  ગુ.ર.નં- ૧૭૯/૧ર જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો રજી કરેલ છે.

દહેગામ પો.સ્ટે. સે. ગુ.ર.નં ૨૧૩/૧૨ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રમતા હોય પોલીસ રેઇડ દરમીયાન આરોપીઓને પકડી તેમની અંગજડતીમાથી મળેલા રૂ.. ૫૬૭૧૦/તથા દાવ ઉપરના રૂ. ૨૬૧૦/મળી કુલ રૂ. ૫૯૩૨૦/ની રોકડ તથા ૮ મોબાઇલ કિ રૂ.૮૦૦૦/ તેમજ ગંજીપા ના નંગ પર તથા મોટર સાઇકલ નંગ ૪ કિ રૂ ૮૦.૦૦૦/તથા સ્કુટર નંગ ૧ કિ .રૂ ૫૦૦૦/ની ગણી કુલ કિ. ૧,૫૨,૩૨૦/ મુદ્દામાલ ગણી પોલીસ રેઇડ દરમીયાન પકડેલ છે.

ગાંધીનગર જીલ્‍લા પોલીસ અધિક્ષક સુ.શ્રીમતિ અર્ચના શિવહરે ની સુચના મુજબ ગઇ તા. ર૪ તેમજ રપ/૭/૧ર ના રોજ ગાંધીનગર જીલ્‍લામાં અગાઉ ઘરફોડ ચોરી, વાહન ચોરી તથા અન્‍ય ચોરીમાં સંડોવાયેલ કુલ-૧૭૧ ઇસમો સબંધીત પોલીસ સ્‍ટેશન મારફતે પોલીસ હે.કવા. ખાતે હાજર રખાવેલ જેથી હાજર રાખેલ તમામ વ્‍યકિતઓની પોલીસ સ્‍ટેશનના માણસો તથા અધિકારી શ્રી તેમજ એલ.સી.બી સ્‍ટાફ ઓળખી શકે તે રીતે તમામ ની પુછપરછ કરવામાં આવેલ અને વિડીયો ગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરવામાં આવેલ અને જે ઇસમો ચોરી વિગેરે અસમાજીક પ્રવૃતિ છોડી સમાજમાં માનભેર જીવવા માગતા હોય તેઓને જો નોકરી/રોજગાર મળતા ન હોય તો પોલીસ તેઓને રોજગાર મેળવવા માટે જરૂરી મદદ કરશે તેમજ તેઓ દ્વારા ગુન્‍હાહીત પ્રવૃતિ બાબતે કોઇ માહીતી મળે તો પોલીસ ને જાણ કરે થી યોગ્‍ય રીતે પુરસ્‍કૃત કરવામાં આવશે તેવી સમજ કરવામાં આવેલ છે.

 

Gandhinagar Police:- Good Work Report.

 

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …