[easy_ad_inject_1]
gujarat police logo2

Gandhinagar Police:- Good Work

 

ગાંધીનગર જીલ્લાની સારી કામગીરી

 

માણસા પો.સ્ટે.માં આજદીન સુધી ગુમ થયેલ વ્‍યકિતઓ બાળકો /સ્‍ત્રી/પુરુષો જે કુલ ૩૭ પરત મળી આવેલ ન હોઇ તેઓના વાલી વારસોને અત્રેના પો.સ્‍ટે. ગઇ તા-૩/૮/૧ર ના ક.૧ર/૦૦ થી ૧૪/૦૦ સુધી તેઓની સાથે અમો તથા સામાજીક સંસ્‍થા આઇ.એમ.એ. માણસાના માનદ સેક્રેટરી ડોકટર મહેશભાઇ શીવાભાઇ પટેલની હાજરીમાં ગુમ થયેલ વ્‍યકિતઓને શોધી કાઢવા સારૂ તેઓના નજીકના વાલી વારસદારો સાથે ચર્ચાવિચારણા કરી તેઓના મંતવ્‍યોને આધીન તેઓના સુચનો સાંભળી તેઓની સાથે ચર્ચાવિચારણા કરવામાં આવેલ છે. તેઓને આજદીન સુધીની પોલીસની તપાસથી સંતોષ જણાઇ આવેલ છે તેમજ ગુમ થનાર બાબતે કોઇ માહીતી મળે તો તુરત જ પોલીસને જાણ કરવી જેથી તે દિશામાં તપાસ કરી ગુમ થનારને શોધી શકાય તેવી સુચના કરવામાં આવેલ.

 

તા. ૩૧/૭/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે વાવોલ થી તેરસાપરા જતા રોડ ઉપર જામનગર પરા ગામની સીમમાં ઇગ્‍લીશ દારૂ ની કટીગ ની માહીતી આધારે રેડ કરતા એક ટ્રક તથા ૩ મેકસ જીપ ગાડીમાં ઇગ્‍લીશ દારૂ નું કટીગ ચાલુ હોઇ સદર જગ્‍યાએથી આરોપીઓ ભાગી ગયેલ અને ઉપરોકત વાહનોમાં જોતા પરપ્રાંત નો જુદા જુદા માર્કા નો કુલ-૧૮૩ પેટીમાં ઇગ્‍લીશ દારૂ તથા બીયર મળી કુલ- ૬,૫૫,૨૦૦/- તથા વાહનો નો મળી કુલ રૂ. ૨૪,૮૧,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી પેથાપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં ૧૯૪/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૧૧૬ બી, ૮૧ મુજબ નો ગુન્‍હો રજી. કરાવેલ છે.

તા. ૩૧/૭/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે અડાલજ ટોલટેક્ષ નજીક પ્રોહી વોચમાં રહી એક સ્‍કોરપીઓ કાર નં જી.જે-૧૮ એ.બી ૮૦૮૧ માં પરપ્રાંત નો ઇગ્‍લીશ દારૂ ૪૭૮ નંગ કિ.રૂ ૧,૧ર,ર૦૦/- તથા સ્‍કોરપીઓ ગાડી કિમત રૂ. ૪,૦૦,૦૦૦/- તથા અન્‍ય મુદ્દામાલ મળી રૂ. ૫,૧૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી અડાલજ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.ન. ૩૫૫/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ ઇ, ૧૧૬ બી મુજબ નો ગુન્‍હો રજી. કરાવેલ

તા. ૩૧/૭/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે અડાલજ ટોલટેક્ષ નજીક પ્રોહી વોચમાં રહી એક અલ્‍ટો કાર નં. જી.જે- ડબલ્‍યુ ૧ ટી.સી-૯૦૯ માં પરપ્રાંત નો ઇગ્‍લીશ દારૂ ૧૬૮ નંગ કિ.રૂ ૪૬,૮૦૦/- તથા અલ્‍ટો કાર કિ.રૂ. ર,૫૦,૦૦૦/- તથા અન્‍ય મુદ્દામાલ મળી રૂ. ર,૯૭,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીઓને પકડી પાડી અડાલજ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.ન. ૩૫૬/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ ઇ, ૧૧૬ બી મુજબ નો ગુન્‍હો રજી. કરાવેલ

 

કલોલ તાલુકા પો.સ્ટે. જાણવા જોગ એ.નં ૬૦/૧૨ તા.૨૦/૦૪/૧૨ ના કામે ગુમ થનાર અકુબેન ડો/ઓ પપ્‍પુભાઇ રાયચંદભાઇ દંતાણી ઉ.વ ૧૩ રહે. પેથાપુર, તા.જી.ગાંધીનગર વાળી ગઇ તા.૧૫/૦૪/૦૮ ના રોજ કોઠાં ગામે હડકઇમાતાના મેળામાંથી ગુમ થયેલ હતી જેની ખંતપૂર્વક જાતે તથા પ્રો.પો.સ.ઇ.શ્રી ડી.બી.વાળાએ તપાસ કરતાં તા.૫/૦૮/૧૨ ના રોજ ગાંધીનગર મુકામે તપાસ કરતાં તે મળી આવતાં તેના બાપુજી પપ્‍પુભાઇ રાયચંદભાઇ દંતાણી ઉ.વ ૧૩ રહે. પેથાપુર, તા.જી.ગાંધીનગરવાળાને સોંપેલ છે.

 

કલોલ શહેર પો.ઇન્સ. ને મળેલ બાતમી આધારે કલોલ ટાઉનમાં રેલ્‍વે પુર્વ વિસ્‍તાર આયોજનનગર ખાતે આરોપી મનોજકુમાર હરગોવનભાઇ પરમાર ઉ.વ ૨૮ રહે-આયોજનનગર,રેલ્‍વે પુર્વ કલોલ ના ઘરે રેઇડ કરતા કુલ ૯ આરોપીઓએ પોતાના અંગત ફાયદા સારુ પૈસા પાનાથી અંદર બહારનો જુગા રમી રમાડતા રોકડ રૂપીયા ૧૬૫૧૦/- તથા મોબાઇલ નંગ- ૬ કીમંત રૂ,૧૧૫૦૦/- તથા બાઇક નંગ- ૩ કીમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કીમત રૂપીયા ૧૦૮૦૧૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્‍યાન પકડાઇ ગયેલ જે બાબતે કલોલ શહેર પો.સ્‍ટે સે. ગુ.ર.નં- ૩૯૪/૧૨  જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી થયેલ છે.

ગાંધીનગર જીલ્લાના સેકટર – ર૧ , સેકટર – ૭ તથા પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની દારૂ ગાળવા, વેચવા તેમજ હેરાફેરી કરવા તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં પકડાયેલ મહીલા બુટલેગરોના પુર્નવસન માટે સુશ્રી અર્ચના શિવહરે પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર નાઓએ મહીલા બુટલેગર પ્રવૃતિ સુધારણા કાર્યક્રમ નું આયોજન કરી આશરે ૬૦ જેટલી મહીલા બુટલેગરોને  પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બોલાવી તેઓને આવી ગેરકાયદેસર અને સમાજમાં દુષણ ફેલાવે તેવી પ્રવૃતિ માંથી બહાર નિકળવા અને તેમનો તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સારો અને સ્વચ્છ રોજગાર કરે તે માટે માર્ગદર્શન પુરૂ પાડેલ. આ માટે ‘‘ઉમીદ’’ એન.જી.ઓ. એ પણ માર્ગદર્શન પુરૂ પાડેલ અને તેમને વૈકલ્પિક રોજગારી જેવી કે શાકભાજી વેચવી, સીલાઇ કામ, બ્યુટી પાર્લર તેમજ અન્ય ગૃહ ઉદ્યોગ જેવા કે અગરબત્તી, પાપડ, ચિક્કી, વિગેરે બનાવવા જેવા કામો વિશે જાણકારી આપેલ અને જરૂરી સહાય અને તાલીમની જરૂર હોય તેવી મહીલાઓને તાલીમની પણ વ્યવસ્થા કરવા જણાવેલ.

 

Gandhinagar Police:- Weekly Good Work Report.

 

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …