[easy_ad_inject_1]
Singer Kavita Krishnamurthy 02

Grishmotsav 2012: Gandhinagar Cultural Forum

ગરમીમાં ગ્રીષ્મોત્સવ ગાંધીનગર ઘેલું લગાડશે

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા તા. ૧૮,૧૯,૨૦ મે દરમિયાન ગ્રીશ્મોત્સવ આતોજન: મશહુર ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ ગાંધીનગર પધારશે.
ગ્રીષ્મ ઋતુમાં ગાંધીનગર નો પોતાનો આગવો ઠાઠ હોય છે. ગરમીમાં ગરમાળો અને ગુલમહોર આ નગરને નવી શોભા આપે છે. ગરમીના વેકેશનના માહોલને માણવાલાયક બનાવવા ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પ્રતિવર્ષ “ગ્રીષ્મોત્સવ ” ની ઉજવણી કરવામાં આવે છે. આ સીઝનનો ગ્રીષ્મોત્સવ તારીખ ૧૮,૧૯ અને ૨૦ મે દરમિયાન ઇન્ફોસિટી ક્લબ રીસોર્તની વિશાળ હરિયાળીમાં યોજાશે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ગ્રીષ્મોત્સવ અંતર્ગત  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિનામ વિશિષ્ટ કલાકારોને ગાંધીનગર સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. આ વર્ષે પણ આવા જ ત્રણ વિશિષ્ટ કાર્યક્રમો રજુ થશે.
તારીખ ૧૮મી મે એ ગ્રીષ્મોત્સવના પ્રારંભે મહારાષ્ટ્રના કલાકારો દ્વારા ‘આવાઝ કી દુનિયા’ અંતર્ગત હિન્દી ફિલ્મના પ્રત્યેક પાસાની દ્રશ્ય-શ્રાવ્ય, નૃત્ય  અને સ્વરોના માધ્યમથી રજૂઆત કરાશે. હિન્દી સિનેમાને ૧૦૦ વર્ષ થયા છે ત્યારે આ ‘આવાઝ કી દુનિયા’ ની પ્રસ્તુતિ અત્યંત પ્રેક્ષણીય બની રહેશે.
‘ગ્રીષ્મોત્સવ’ ના બીજા દિવસે તા. ૧૯મી મે એ ‘એબીલીતી અનલીમીટેડ’ નામનો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાશે. શર્રીરિક રીતે અક્ષમ હોય અને વ્હીલચેર કે કાંધ્યા ઘોળી વિના હલન-ચલન પણ ન કરી શકતા હોય એવા કલાકારો ગીન-સંગીત-અભિનય અને નૃત્ય ની પ્રસ્તુતિ કરશે. નવી દિલ્હી સ્થિત સંસ્થાના મજબુત મનોબળ ધરાવતા આ કલાકારોની ભાવનાત્મક અભિવ્યક્તિ ગાંધીનગર માટે વિશિષ્ટ સંભારણું બની રહેશે.
ગ્રીષ્મોત્સવના સમાપને: તા. ૨૦મી મે એ ભારતના સુપ્રસિદ્ધ પ્લેય્બેક સિંગર શ્રીમતિ કવિતા કૃષ્ણમૂર્તિ ગાંધીનગર પધારશે. હિન્દી ફિલ્મોના નવા દોરમાં પાર્શ્વ ગાયન ક્ષેત્રે શાસ્ત્રીય રાગો આધારિત ગાયકીથી પોતાનું આગવું સ્થાન હાંસલ કરનાર ત્રણ-ત્રણ ફિલ્મફેર એવોર્ડ વિજેતા ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ ગાંધીનગરને ઘેલું લગાડશે.પર્શ ગાયક અને ઇન્ડીયન આઈડલ ટીવી શોના રનર્સ અપ શ્રી વિશાલ કોઠારી અને વોઈસ ઓફ ઇન્ડીયાના રનર્સ અપ શી સોનું મોરવાલ સુશ્રી કવિતા કૃશાન્મુરતી સાથે સંગત કરશે.

About Gandhinagar Portal Admin