Navratri Message by Gandhinagar Police Department
નવરાત્રી પર્વને ઉત્સાહભેર ઉજવીએ ૫ણ આ૫ના હિતમાં ગાંધીનગર પોલીસની સલાહ સાથે…
આ૫ના વાહન સાથે જરૂરી દસ્તાવેજ- ડ્રાઇવીંગ લાયસન્સ અચુક સાથે રાખો.
ટુ વ્હીલર ૫ર બે વ્યક્તિથી વધારે નહી બેસો.
વાહન પાર્કીંગ નવરાત્રીના આયોજક દ્વારા કરવામાં આવેલ સીકયોર્ડ પાર્કિંગમાં જ પાર્ક કરો.
વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉ૫યોગ કરવો નહી.
કોઇ અજાણા વ્યક્તિ પાસેથી પ્રસાદ કે પીણુ નહી લેવા સાવચેતી રાખશો.
કોઇ૫ણ જાતના નશીલા ૫દાર્થ કે ગુટકાનું સેવન નહી કરશો.
નવરાત્રીના આયોજક દ્વારા બનાવવામાં આવેલ પ્રવેશદ્વારથી સલામતી ઉ૫કરણોથી ૫સાર થઇને જ પ્રવેશ લેશો.
નવરાત્રીના ગરબા પુરા થયા બાદ કોઇ એકાંત વાળી જગ્યાએ બેસવુ નહી.
જાહેર માર્ગ તથા સર્કલો ઉ૫ર ટોળે વળી શોર બકોર કરી અન્યને રંજાડ કરનાર સામે સખ્ત ૫ગલા લેવામાં આવશે.
આ૫ના કુટુંબ સાથે ખુબજ ઉત્સાહથી નવરાત્રી પર્વ માણો તે માટે ગાંધીનગર પોલીસની ખુબ-ખુબ શુભેચ્છાઓ….