[easy_ad_inject_1]
sweater distribution udgam gandhinagar

Sweater Distribution by Udgam Charitable Trust-Gandhinagar

Sweater Distribution by Udgam Charitable Trust-Gandhinagar

ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિશ્વ માનવ અધિકાર દિન નિમિત્તે સેક્ટર-૩૦ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ મહિલા અને બાળવિકાસ માટે સતત પ્રયત્નશીલ થઈને કાર્ય કરી રહ્યું છે. ઉદગમ ટ્રસ્ટ હરહમેશ ભારતના ભાવી નાગરિકના ઘડતર માટે પ્રયાસો કરી રહ્યું છે. સંસ્થા દ્વારા પ્રોજેક્ટ “ઉમંગ” અંતર્ગત ગાંધીનગરની વિવિધ શાળાના વંચિત બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સમયાનુસાર તેઓની જરીરુયાત મુજબ શૈક્ષણિક સામગ્રી જેવી કે નોટબુક, પેન્સિલ, રબર, સંચો, કલર, વગેરે પૂરી પાળે છે. જેથી આ વંચિત બાળકો સારું શિક્ષણ મેળવીને સારા નાગરિક બની શકે.

શિયાળાની  ઠંડીથી રક્ષણ મેળવવુંએ માનવ અધિકારની દ્રષ્ટીએ મુખ્ય જરીરુયાતને ધ્યાનમાં રાખીને ઉદગમ ટ્રસ્ટ
બાળકોને સ્વેટર વિતરણ પ્રસંગે મા. મેયરશ્રી મહેન્દ્રસિંહ રાણા અને ગાંધીનગર (ઉત્તર)ના મા. ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલએ મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકોએ અભિનય ગીતથી કરી હતી. સેક્ટર-૩૦ ની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન દવેએ ઉદગમના શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની માહિતી પૂરી પડી હતી. ઉદગમના વુમન્સ વિગના માનદ ડાયરેક્ટર પરમજીતકોર છાબડાએ ઉદગમના ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપી ને સ્વાગત પ્રવચન કર્યું હતું. ગાંધીનગરમા નવી પરંપરા નો ચીલો પાડતા મા. મેયરશ્રી મહેન્દ્રસિંહ રાણાનું સ્વાગત ઉદગમ ટ્રસ્ટના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોશી અને ગાંધીનગર (ઉત્તર)ના મા. ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલનું  સ્વાગત જાગૃતિબેન પટેલ દ્વારા નોટબુક આપીને કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલએ ઉદગમના કાર્યોની નોધ લઈને બાળકોને ભણીગણીને આગળ વધવા અને સારા નાગરિક બનવા માટે ખુબા બનવાની પ્રેરણા આપી હતી. મેયરશ્રી મહેન્દ્રસિંહ રાણાએ ઉદગમના કાર્યોની માહિતી મેળવીને ગાંધીનગરના વિકાસમાં વંચિત બાળકોએ માટે કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.બને મહાનુભાવોએ સ્વાગતમા આપેલ નોટ્બૂકોને શાળાના ધોરણ-૫ મા પ્રથમ આવનાર વિદ્યાથી અને વિદ્યાર્થીનીને આપી હતી.

ઉદગમ ટ્રસ્ટના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોશીએ મહાનુભાવોનું તથા સહુ સહયોગીઓનોની સંવેદના સાથે બાળકો માટે કાર્યકમમાં  સહકાર બદલ આભાર માન્યો હતો. સ્વેટર વિતરણના કાર્યક્રમ માટે કુંદનબેન દવેના આશીર્વાદ અને ઉદગમના ટ્રસ્ટી ધ્રુવભાઇ જોશી,  આશાબેન સરવૈયા તથા અંકિત શર્માએ  શુભેછા આપી હતી. માનવ અધિકાર દિન નિમીતના ઉમંગ પ્રોજેક્ટના અંતર્ગતના પ્રયાસોને સફળ બનાવવા માટે મિલન આદેશરા અને સંજય પટેલે તથા શાળાના શિક્ષકોએ ખુબ જેહમત ઉઠાવી હતી.

Chief Guest:- Mayor Shri Mahendrasinh Rana.
Guest of Honor:- Shri Ashok Patel (M.L.A Gandhinagar), Shrimati Jagrutiben Patel (Labour Officer)
Organized by- Dr. Mayur Joshi (Trustee – Udgam Charitable Trust)
For more details please visit www.udgam.org

Sweater Distribution by Udgam Charitable Trust-Gandhinagar

About Gandhinagar Portal Admin

Check Also

26 jan 2018 gandhinagarrepublic parade live

69th Republic Day Celebration: Live from Delhi, India. 26th January 2018

Gandhinagar Portal Wishes all the Indians Happy Republic Day. Freedom in mind, Faith in words, …