શુભેચ્છા સંદેશ
ગાંધીનગર શહેરના ૪૮મા જન્મદિન પ્રસંગે ગાંધીનગરના નગરજનોને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠ્વુ છું.
ગાંધીનગર શહેરમાં કર્મચારી, વેપારી, માલધારી, ખેડૂત તેમજ અન્ય વર્ગ વસવાટ કરે છે. તેમજ ગાંધીનગરએ શિક્ષણની નગરી તેમજ શિક્ષિત વર્ગ વધુ વસવાટ કરતો હોવાથી ગાંધીનગરની જનતાએ આપમેળે વિકાસ સાધ્યો છે. તેની સાથે સાથે છેલ્લા દોઢ વર્ષથી ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે, ત્યારે ગાંધીજીનો વિચાર લઇને ગાંધીનગરને સ્વચ્છ અને હરિયાળી નગરી બનાવવામાં મહાનગરપાલિકાએ સક્રીય યોગદાન આપ્યુ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમયમાં ડોર ટુ ડોર કલેક્શન દ્વાર ગાંધીનગરમાંથી કચરાનો સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવામાં આવશે, સાથે સાથે સરકારશ્રી દ્વારા સમગ્ર ગાંધીનગરમાં પાણી વિતરણની વ્યવસ્થા સોંપવામાં આવશે તો ગાંધીનગરના નગરજનોને પુરતા પ્રમાણમાં અને પ્રમાણસર પ્રેશરથી પાણી પુરૂ પાડવામાં આવ્શે. ભારત સરકારની ગાઇડલાઈન મુજબ ગાંધીનગરને પ્લાસ્ટિક ફ્રી સીટિ બનાવવાનાં પ્રયાસોમાં પણ અમો અગ્રેસર રહ્યા છીએ.
ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગરના સ્થાપનાદિને ગાંધીનગરનાં નગરજનો માટે ગતિપ્રેરક બની રહેશે. તેવી શુભકામનાઓ પાઠવુ છું.
આપનો સાથી,
મહેન્દ્રસિંહ રાણા
મેયર
ગાંધીનગર મહાનગરપાલિકા.