[easy_ad_inject_1]
kids computer classes

Udgam Charitable Trust:- Summer Camp

બાળવૈભવ શિબિર

ઉદ્ગમ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ થઇ કાર્ય કરે છે. ઉદ્ગમના પ્રયાસોને હંમેશા ગાંધીનગરના નગરજનોનો સાથ મળતો રહ્યો છે. ઉદ્ગમ ધ્વારા બાળકોના સાતત્યર્પૂણ વિકાસને ધ્યાનમા રાખીને સમર કેમ્પનુ આયોજન તારીખ ૨૩મી મે થી ૨૭ મે ૨૦૧૨ સુધી કરવામાં આવ્યુ છે.
આવો રંગ ભરીએ, બાળકનું જીવન બદલીયેના અભિગમથી આ કેમ્પમાં બાળકના વ્યક્તિત્વ વિકાસના આશય સાથે યાદ શક્તિ વધારવા, ગોલ સેટિંગ, પરિવાર અને સમુહની ભાવના કેળવવી, જીવન મુલ્ય શિક્ષણ, જાહેરમાં બોલવાની(વકત્વ) કળાનો વિકાસ, ભવિષ્ય નિર્માણનું આયોજન, પ્રકતિ દર્શન, વ્યસન મુક્તિના ફાયદા, વગેરે જેવા વિષયો આવરી લેવામાં આવશે.
ઉદ્ગમની બાળવૈભવ શિબિરમાં નાઇસ ડ્રિમ એકેડમીના સહયોગથી બાળકો માટે ૨ ડી એનીમેશન અને ૧૦ દિવસના મુવી મેકીંગના વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. સમ્રગ બાળવૈભવ શિબિરનુ આયોજન વિનામુલ્ય કરવામાં આવેલ છે.
ભાગ લેનાર બાળકોએ કોઇપણ પ્રકારની ફી આપવાની રહેતી નથી. બાળવૈભવ શિબિરમાં ભાગ લેવા આપના બાળકોના નામ નોંધાવવા

ઉમાબેન ભટ્ટ-૯૯૦૪૧૫૮૩૬૯,

ર્ડા.વર્ષાબેન પારેખ-૯૭૨૭૪૨૯૨૯૪,

જયશ્રીબેન ખેતિયા-૯૩૭૪૮૦૫૯૪૮,

મયુર જોષી-૯૪૨૭૩૮૦૭૮૮ અને

ઉદ્ગમના કાર્યાલય-૨૩૨૩૫૪૧૩,

પ્લોટ નં-૮૧૮, પોલીસ ચોકી સામે, સેક્ટર- ૮ ‘સી’, ગાંધીનગરનો સંર્પક કરવો.

About Gandhinagar Portal Admin

Check Also

udgam charitable trust gandhinagar

Udgam Woman Achiever Award 2013

  મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ વર્ષથી વિવિધ …